તુલસી પૂજા કેમ?
1) તુલસીના છોડ ને અંત્યંત પવિત્ર છોડ માનવામાં આવે છે. તેના કારણો તપાસીએ તો સૌ પેહલા ધાર્મિક માન્યતા પ્રમાણે તુલસી ને ભગવાન વિષ્ણુ ના પત્ની લક્ષ્મીદેવી નું પ્રતીક માનવામાં આવે છે. આથી તુલસી ને વિષ્ણુપ્રિયા પણ કહે છે. આ માન્યતા નો બહુ જ સીધો સાદો અર્થ એ થાય છે કે જે લોકો સુખી અને સંતોષી જીવન જીવવા ની આશા રાખે છે એ લોકો તુલસી પૂજા કરવી જોઈએ.
2) બીજું કારણ આયુર્વેદ માંથી મળે છે આયુર્વેદ માં તુલસી ના ઔષધીય ગુણોનું ભરપૂર વર્ણન છે. આજ ના સમય માં પણ એ વાત સિદ્ધ થઇ ચુકી છે કે તુલસી ગણા બધા રોગો સામે લડવાની તાકાત ધરાવે છે. એટલે જ વિજ્ઞાન પણ તુલસી નું સમર્થન કરી છે.
3) તુલસી પૂજાની શરૂઆત આપણા પૂર્વજો એ શરુ કરી કરી હતી કે તે એટલે કે તુલસી સ્વયં શુદ્ધિકર છે. તેની સુવાસ જ્યાં પણ પ્રસરે છે ત્યાં થી ઉડતા જીવ જંતુઓ દૂર જતા રહે છે. જેથી વાતાવરણ આરોગ્યપ્રદ અને શુદ્ધ બને છે.
4) અને આ જ કારણો થી આપડા ઘરોની આસપાસ તુલસી ક્યારા રાખવામાં છે. જેની પૂજા કરવામાં આવે છે. સવાર સાંજ ઘરની લક્ષ્મી તાંબા ના કળશ વડે પાણી પાય છે. આવુ દ્રશ્ય ફક્ત ભારતીય પરંપરા માંજ જોવા મળે છે.
5) તુલસી પોતે શુદ્ધિકર હોવાથી એનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમ કે ભગવાન ના પ્રસાદ થાળમાં તુલસી પાત્ર અવશ્ય મુકવામાં આવે છે. માણસ જયારે મરણ પામેં છે ત્યારે પણ એના મુખમાં તુલસીપત્ર મુકવામાં આવે છે એવી માન્યતા છે એવું કરવાથી મારણ પામેલ આત્મા ની ગતિ સારી થાય છે.
તુલસી માટે નીચેની પ્રાર્થના ખુબ જ જાણીતી છે. જેમાં તુલસી પૂજા કેમ એનું આખું સુંદર હાર્દ સમાઈ જાય છે.
![]() |
Tulsi Pooja |
" જેના મૂળ માં સઘળા તીર્થ રહેલા છે
જેની ટોચે સર્વ દેવતાઓ નો વાસ છે
જેના માધ્ય માં સઘળા વેદ રહે છે
એ તુલસી ને હું વંદન કરું છું "
Comments
Post a Comment